પોતાના દીકરા કરતાં પણ વધારે સંભાળ રાખતા વહાલા કુતરાનું મૃત્યુ થતાં, માલિકે અંતિમ સંસ્કારના દિવસે કહ્યું એવું કે – જાણીને તમે પણ રડી પડશો…

આપણે સૌ જાણીએ છીએ કે બધા જ પ્રાણીઓ માં વફાદાર એક કૂતરો જ છે. ત્યારે આજે કેટલાય લોકો કૂતરાને પોતાના ઘરે પાળતા હોય છે અને પોતાના ઘરનું સદસ્ય સમજીને જ પ્રેમભાવથી તેની રખેવાળી કરતા હોય છે. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે, વફાદાર પ્રાણી એટલે કુતરો!

ત્યારે આ કુતરાઓ તેમના ઘરે રહીને મોટી વફાદારી પણ બતાવતા નજરે પડે છે અને તેઓ પણ પોતાના માલિક પ્રત્યે એટલો જ પ્રેમ બતાવે છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં માલિક અને કુતરા વચ્ચે નો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમના પ્રેમની આ પળો વિષે જાણીને સૌ કોઈનું હૃદય કંપી ઉઠશે.

આ કિસ્સામાં કુતરા ના મૃત્યુ પછી તેના માલિકે કૂતરાની મનુષ્યની જેમ જ અંતિમ વિદાય કાઢી હતી અને તેની 13મી પણ રાખવામાં આવી હતી. પોતાના મિત્ર સમાન આ શ્વાનની અંતિમ વિદાય ખુબ જ વિધિસર કરતા તેમના વચ્ચે નો પ્રેમ અલગ જ તરી આવે છે. આ શ્વાન વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો, ઉત્તર પ્રદેશના વાળુમાં રહેતો લખનસિંહ યાદવ કે જેણે પોતાના ઘરે એક કૂતરો પાળ્યો હતો.

એનું નામ તેણે પ્રેમથી કાલુ પણ રાખ્યું હતું. આ કાળું ઘણા સમયથી બીમાર રહેતો હતો અને અંતે દુઃખદ ઘટના બની કે તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારે પરિવારમાં તેની યાદમાં શોકનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં પરંતુ લખનસિંહે કાલુ ની અંતિમ વિધિ પણ કરી અને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા્.

લખનસિંહને પોતાના કુતરા પ્રત્યે ખુબ જ લાગણી હતી. તેથી તેણે તેના મૃત્યુ પછી તેરમાના દિવસે બધી જ વિધિઓ કરી જમણવાર પણ કર્યો હતો. અને 13મી ની તમામ વિધિઓનું આયોજન કરીને 1500 લોકોને ભોજન કરાવ્યું હતું. આવી રીતે તેણે પ્રાણી પ્રત્યે નો પ્રેમ સાબિત કરી બતાવ્યો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, લખનસિંહે પોતાના પરિવારના સભ્યો સાથે મળીને કાલુંના અંતિમ સંસ્કાર બેતવા નદી પાસે કર્યા હતા્. પરિવારે કાળું ને ખુબ જ પ્રેમ આપીને ઉછેર્યો હતો અને દીકરાની જેમ સાચવ્યો હતો. તેથી જ્યારે તેના મૃત્યુની ખબર પડી તો સમગ્ર પરિવારના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ત્યારે આ કાલુ ના માલિક લખનસિંહે તેની અંતિમ યાત્રા કાઢી, તેની પાછળ જમણવાર પણ કર્યો હતો અને પોતાના કાલુ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી અને સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ દેખાઈ આવ્યો હતો. આવો હોય છે પશુપ્રેમ! અને અહીં આ કહેવત સાબિત થાય છે કે, “પશુ જ આપણા સાચા મિત્ર હોય છે.”

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*