3 દિવસ પહેલા સાસરિયામાં ગયેલા યુવકનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું, તળાવ પાસે યુવકની બાઇક પડેલી હતી તેના પરથી…

Published on: 10:03 am, Mon, 30 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના પસવાદળ ગામે તળાવમાંથી રવિવારના રોજ એક યુવકનો મૃતદેહ મળી આવતા ભારે અફડા-તફડી મચી ગઇ હતી. આ યુવક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પોલીસને તળાવ પાસે યુવકની બાઇક મળી આવી હતી.

પોલીસે શંકાના આધારે તળાવમાં શોધખોળ કરી હતી. આ દરમિયાન તળાવમાંથી યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી હતી.

હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો યુવક વડગામ તાલુકાના તેનીવાડા ગામનો રહેવાસી હતો. તેનુ નામ વનરાજજી સોવનજી ઠાકોર હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી.

વનરાજજી 3 દિવસ પહેલા બાઈક લઈ લે પોતાના સાસરિયામાં ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેઓ ગુમ થઈ ગયા હતા. જેના પગલે પરિવારજનોએ વનરાજજીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે રવિવારના રોજ પસવાદળના તળાવ પાસે એક બાઈક મળી આવી હતી.

ત્યારબાદ પોલીસે પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને તેમની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમને તળાવમાંથી વનરાજજીનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આ યુવતિએ પોતે જ જીવન ટૂંકાવી લીધું છે કે પછી તેનો જીવ લઈને તેને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુના કારણે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 દિવસ પહેલા સાસરિયામાં ગયેલા યુવકનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું, તળાવ પાસે યુવકની બાઇક પડેલી હતી તેના પરથી…"

Leave a comment

Your email address will not be published.


*