સુરતમાં 40 વર્ષીય મહિલાનું મૃત્યુ થયા બાદ પરિવારજનો અંગદાન કરીને સમાજમાં એક નવી જાગૃતતા લાવ્યા, 5 લોકોને મળ્યું નવું જીવનદાન…

આપણા દેશમાં અંગદાન ની મહાદાન અને સર્વ શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. ત્યારે કેટલાય લોકો અંગ દાન કરતા હોય છે. અંગ દાન કરવું એ એક પુણ્યનું કામ કહી શકાય, ત્યારે અત્યાર સુધી ઘણા લોકોએ અંગ દાન કર્યું છે. જેનાથી જરૂરિયાતમંદ લોકો ને નાની એવી એક મદદ તરીકે નવજીવન પ્રાપ્ત થાય. આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, કે જેમાં લોકો અનુરાગ દાન કરતા નજરે પડે છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક 40 વર્ષની મહિલાએ તેનું બ્રેઈન ડેડ થતાં અંગ દાન કર્યું.

એક આદિવાસી સમાજની 40 વર્ષીય હીનાબેન કે જેનું બ્રેઇનડેડ થતાં તેમના પરિવારે હીનાબેન અંગદાન કરવાનું વિચાર્યું, ત્યારે પરિવારમાં માનવતા મહેકી ઉઠી અને હીનાબેનની કિડની લીવર ચક્ષુદાન કરી પાંચ વ્યક્તિઓ નું નવું જીવનદાન મળ્યું છે. ત્યારે કહી શકાય કે તેમણે સમાજમાં એક માર્ગદર્શન પૂરું પાડ્યું અને એક નવી રાહ ચીંધી છે. કે કોઇ પણ વ્યક્તિનો બ્રેડ થતાં તેનું અંગ દાન કરવું જોઈએ જેનાથી જરૂરિયાત મંદ લોકો ને નાની એવી મદદ કરી શકીએ.

વિસ્તૃતમાં વાત કરીએ તો આવી માનવતાની મહેક ફેલાવાની સાથે જ સમાજમાં એક નવી રાહ ચીંધી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 1001 અંગો અને ટિસ્યુઓને દાન કરવામાં આવ્યા છે. જે અત્યંત નવાઈભરી વાત કહી શકાય ત્યારે બીજી વાત કરીએ તો આ 1001 અંગોનો દાન કરવાની સૌપ્રથમ ઈતિહાસીક ઘટના પણ છે.

હીનાબેન વિશે વાત કરી તો તાપી જિલ્લાના વ્યારા ખાતે રહે છે. જ્યાં જુનુ ધોડીયાવાડ માં ગત સોમવાર તારીખ 11 એપ્રિલ ના રોજ તેમને ખેંચ આવતા તેમનું બ્રેઇન સ્ટ્રોક થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે તેમના પરીવારજનોએ તેમને જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યારે જ્યારે તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવે.

જ્યારે તેમનો સીટીસ્કેન કરાવવામાં આવ્યું, ત્યારે મગજમાં લોહીના ગઠ્ઠો જામી ગયા હોવાનું અને સોજો હોવાનું બહાર આવ્યું હતું.જેનાથી મંગળવાર તારીખ 12 એપ્રિલના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ હીનાબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા, ત્યારે પરિવાર મૂંઝવણમાં મુકાઇ ગયો હતો અને સાથે ડોક્ટરો અને હોસ્પિટલની ટીમો દ્વારા પરિવારજનોને માર્ગદર્શન આપતા કહેવાયું હતું કે અંગ દાન કરવું ખૂબ જ અગત્યનું દાન કરી શકાય.

ત્યારે રસીલ ભાઈ કે જેઓ હીનાબેનના પતિ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે લોકો આદિવાસી સમાજના છીએ અને અમે અંગદાન કરવાનો વિચાર લાવી ને સમાજમાં એક નવી જાગૃતિ લાવી છે. અને બીજી સલાહ આપતા કહું તો શરીર તો બળીને રાખ થઈ જાય છે. ત્યારે મારા પત્નીના અંગોનું દાન કરાવી ને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન દાન પ્રાપ્ત થાય તેવું ઇચ્છું છું. તેથી હીનાબેન ને બ્રેઇનડેડ થતાની સાથે તેમને તેમના અંગો નું ઓપરેશન હાથ ધરીને અંગ દાન કરવામાં આવ્યું.

ત્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સુરત ના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિ માં જ્યારે બે કિડની પૈકી એક કિડની નો ટ્રાન્સપોર્ટ સુરત ના રહેવાસી 23 વર્ષીય યુવકને તેમજ બીજી કિડની ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં રહેવાસી એવા ૫૦ વર્ષીય વ્યક્તિને કિરણ હોસ્પિટલ માં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કિરણ હોસ્પિટલ માં કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાને કારણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને તેનો લાભ મળી રહેશે.

જ્યારે હીનાબેન ની બન્ને પક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષથી અને 54 વર્ષીયને દાન કર્યુ. હીનાબેનના અંગ દાન દ્વારા અત્યાર સુધી donate life દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી 1001 અંગો અને ટિસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ગૌરવની વાત કહેવાય અને લોકોમાં પણ આવી જાગૃતિ આવે અને અંગ દાન કરવાનો વિચાર લઈને કોઈ નવી જ વ્યક્તિને નવજીવન પ્રાપ્ત કરે તો નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*