લગ્નના 8 વર્ષ બાદ દીકરાનો જન્મ થયા બાદ માતાનું હોસ્પિટલમાં કરુણ મોત, માં દીકરાનું મોઢું જોવે તે પહેલા કંઈક એવું બન્યું કે… પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો…

રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના સાંભળી તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો જ્યારે એક મહિલા માતા બને ત્યારે તેને સૌથી વધારે ખુશી જતી હોય છે. પરંતુ દુનિયામાં ઘણી મહિલાઓ છે જેને માતા બનવાનું સુખ નસીબ થતું નથી. પરંતુ આજે આપણે એક એવી મહિલાની વાત કરવાના છીએ જે માતા તો બની પરંતુ માતા બન્યા બાદ તેની સાથે કંઈક એવી ઘટના બની કે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

વિગતવાર વાત કરીએ તો વાંકાનેર તાલુકાના મેસરિયા આમાં રહેતા અલ્પાબેન જગદીશભાઈ સાકરીયા નામની 30 વર્ષની મહિલાને અચાનક જ પ્રસ્તુતિની પીડા ઉપડી હતી. પરિવારના લોકો અલ્પાબેન ને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં અલ્પાબેન સાકરીયાએ સીઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો. દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ પરિવારની આ ખુશી લાંબો સમય સુધી ટકી નહીં. કારણકે દીકરાને જન્મ આપ્યા બાદ અલ્પાબેન ભાનમાં આવ્યા ન હતા અને બેભાન અવસ્થામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

દીકરાનો જન્મ થતા જ માતાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃત્યુ પામેલા અલ્પાબેન સાકરીયાના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. અલ્પાબેનના પતિ જગદીશભાઈ મોરબી રોડ ઉપર આવેલા સેટેલાઈટ ચોકમાં ડેરી ચલાવે છે. લગ્નના 8 વર્ષ બાદ અલ્પા બહેનને સંતાનનું સુખ મળ્યું પરંતુ તેઓ પોતાના દીકરાનું પણ મોઢું જોઈ શક્યા નહીં.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે હોસ્પિટલમાં ડોક્ટર હોય સાંજના ચાર વાગ્યાની આસપાસ અલ્પાબેન સિઝેરિયન કરવાનું જણાવ્યા બાદ રાત્રે 9:45 વાગ્યાની આસપાસ અલ્પાબેને દીકરાને જન્મ આપ્યો હતો.

દીકરાનો જન્મ થયા બાદ બેભાન અવસ્થામાં જ અલ્પાબેનનું મોત થયું હતું. બાદ અલ્પાબેનના પતિ જગદીશભાઈ આક્ષેપ કર્યા હતા કે, ડોક્ટરોએ સિઝેરિયનમાં મોડું કરતા બેદરકારીના કારણે તેમની પત્નીનો જીવ ચાલ્યો ગયો છે. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિના આક્ષેપ અંગે નિવેદન નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*