સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્રમાં ઓબીસી અને રાજ્યમાં SEBC ની કેટેગરી સંલગ્ન કાયદામાં સુધારા નો ખરડો લોકસભામાં રજૂ કર્યા પછી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ગુજરાત સરકારે સામાન્ય વર્ગમાં આવતી જ્ઞાતિઓનો સવે કરવો જોઈએ.
આ ઉપરાંત સમાજના સામાજિક અને આર્થિક સ્થિતિને સમજીને SEBC માં સમાવેશ કરવો જોઈએ. હાર્દિક પટેલનું નિવેદન પાટીદાર અનામત આંદોલન પછી કોંગ્રેસ જોડાયા ત્યારનું છે.
આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે તમામ વિપક્ષોએ OBC કાયદામાં સુધારા નો આવકાર્યો તેમ હું પણ આવકારું છું.કેન્દ્રની મોદી સરકારની OBC કાયદામાં સુધારાની તૈયારીઓ પછી ગુજરાતમાં પાટીદાર નેતાઓ સક્રિય થઈ ગયા છે.
આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતના મોટા ચહેરા એવા હાલમાં જ ભાજપમાં જોડાયા છે એવા નેતા વરૂણ પટેલે મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર નેતા વરૂણ પટેલે કહ્યું કે પાટીદારોની અનામતની અમારી માંગ હજુ ઉભી જ છે.
આ ઉપરાંત અમે આગામી સમયમાં પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરીશું. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે કેન્દ્રની મોદી સરકારે રજુ કરેલું OBC કાયદામાં સુધારા બિલ લોકસભામાં સર્વાનુમતે પાસે થઈ ગયું છે.
આ ઉપરાંત રાજ્યસભામાં પણ કોઈ અડચણ વગર ખરડો પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર હવે OBC નું લિસ્ટ બનાવી શકે છે. જો રાજ્યમાં અનામત નું લિસ્ટ બનાવવામાં આવે તો ગુજરાતના પાટીદારોની વર્ષોથી ચાલી રહેલી અનામતની માંગ સંતોષાય શકે છે.
જેને લઇને ગુજરાતના પાટીદાર આગેવાનો અને ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓ સક્રિય થયા છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ પાટીદાર સમાજ સાથે આગળ ની વ્યુરચના વિશે વાતચીત થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment