હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બહેનના લગ્નમાંથી ઘરે જઈ રહેલા ભાઈ સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. ભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો ચોધાર આસુએ રડી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર સવારે બહેનને વિદાય આપીને ઘરે જઈ રહેલા ભાઈને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે. વિષ્ણુ નામનો 22 વર્ષનો યુવક જયપુરથી તેના મામાની દીકરીના લગ્નમાં આવ્યો હતો. વિષ્ણુની મામાની દીકરીના 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા.
લગ્નમાં પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ બહેનને ખુશીથી વિદાય આપવામાં આવી હતી. ત્યારબાદ વિષ્ણુ પોતાના મિત્ર સાથે બાઈક લઈને મામાના ઘરે જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન વિષ્ણુની સાથે તેનો મિત્ર ઉમંગ અને ભાઈ અમિત પણ હતો.
લગભગ સવારે સાત વાગ્યાની આસપાસ તેઓ આંબેડકર સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે વિષ્ણુ બાઇક ઉપરથી ફંગોળાઈને ડિવાઇડર સાથે અથડાયો હતો. આ ઘટનામાં વિષ્ણુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
તેથી તેને સારવાર માટે તાત્કાલિક ઈ-રિક્ષામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા વિષ્ણુને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિષ્ણુના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બહેનની વિદાય બાદ ભાઈનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું
વિષ્ણુ ના પિતા જયપુરમાં ફર્નિચરનો બિઝનેસ કરે છે. લગ્નમાં હાજરી આપવા માટે વિષ્ણુ બે દિવસ પહેલા જયપુરથી અહીં આવ્યો હતો. બહેનના લગ્નમાં વિષ્ણુ ખૂબ જ ખુશ દેખાતો હતો. સવારે બહેનની વિદાય થયા બાદ તે પોતાના મામાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment