ગૌ પ્રેમી ખજૂરભાઈ..! ગાય માતાને ખજૂરભાઈએ 500 કિલો સુકોમેવો ખવડાવ્યો… વીડિયો જોઈને તમે પણ ખજૂર ભાઈને દિલથી સલામ કરશો…

Published on: 5:22 pm, Tue, 7 February 23

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા એવા ખજૂરભાઈને તો તમે બધા જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ પોતાના સેવાકીય કાર્યોથી લાખો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ઘર બનાવી આપ્યા છે.

હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહેનાર ખજૂરભાઈ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ખજૂરભાઈએ ગાય માતા માટે એવું કાર્ય કર્યું કે સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો. હાલમાં ખજૂરભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ખજૂરભાઈ અને તેમની ટીમ સાથે મળીને ગાય માતા માટે 500 કિલો સૂકો મેવો તૈયાર કરી રહે છે. આ વિડીયો ખજૂરભાઈ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે દિવસ પહેલા શેર કર્યો હતો. વીડિયો જોઈને લોકો ખજૂરભાઈના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂર ભાઈ અને તેમની ટીમ કાજુ, બદામ અને દ્રાક્ષ મિક્સ કરીને ગાય માતા માટે સૂકોમેવો બનાવી રહ્યા છે. ગાય માતા માટે 10-20 કિલો નહીં પરંતુ 500 કિલોનો સૂકોમેવો તૈયાર કરવામાં આવ્યો હતો.

સુકોમેવો તૈયાર થઈ ગયા બાદ ખજૂર ભાઈ અને તેમની ટીમ ગાયોના ખાવા માટે બનાવવામાં આવેલી જગ્યા ઉપર બધો સૂકોમેવો ઠાલવી દે છે. ત્યારબાદ ખજૂરભાઈ ગાય માતાની પૂજા કરીને તેમના આશીર્વાદ પણ લે છે. ખજૂરભાઈ પોતાના હાથે પણ ગાય માતાને સૂકોમેવો ખવડાવે છે.

મિત્રો આ કાજુ, બદામ અને દ્રાક્ષ માંથી તૈયાર થયેલા સુકામેવાની વાત કરે તો તેની કિંમત લાખો રૂપિયામાં થાય છે. 3 લાખથી પણ વધારે લોકોએ ખજૂર ભાઈને વીડિયોને લાઈક કરી છે. લોકો કોમેન્ટ બોક્સમાં ખજૂરભાઈના આ કાર્યની ખૂબ જ વાહ વાહ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગૌ પ્રેમી ખજૂરભાઈ..! ગાય માતાને ખજૂરભાઈએ 500 કિલો સુકોમેવો ખવડાવ્યો… વીડિયો જોઈને તમે પણ ખજૂર ભાઈને દિલથી સલામ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*