મધ્યપ્રદેશના ઉજ્જૈન થી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાના શરીરના ચામડા કાઢીને પોતાની માતા માટે ચંપલ બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે આ વ્યક્તિ પર 37 જેટલા હત્યા અને લૂંટના કેશ નોંધાયેલા હતા અને ક્રાઈમ જગતમાં તેનું મોટું નામ હતું.
2019 માં એક પોલીસ એન્કાઉન્ટરમાં તેને પગમાં ગોળી વાગી અને આ કારણે તેને ચાલવામાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી.આ રોનક નામનો વ્યક્તિ ત્યારબાદ રામાયણ માંથી શીખ લઈને ભક્તિ રસમ માં ડૂબેલો જોવા મળી રહ્યો છે. તેને જણાવ્યું કે રામાયણ વાંચ્યા બાદ તેના મનમાં વિચાર આવ્યો કે
દુનિયામાં માથી મોટું કોઈ નથી.ત્યારબાદ તેને નિર્ણય લીધો કે હું શરીરમાંથી ચામડી નીકાળીને મારી મા માટે ચંપલ બનાવી અને આમ કરવામાં તેને ખૂબ જ દર્દનો સામનો કરવો પડ્યો અને માતા માટે ચંપલ બનાવ્યા બાદ રોનક ભગવત કથા કરી રહ્યો છે.
જેને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને ઉજ્જૈનના ચીમનગંજ વિસ્તારના ઢાંચા ભવન માં રહેનારા રોનક ગુર્જરે જણાવ્યું કે રામાયણ વાંચ્યા બાદ મારામાં આટલો બધો ફેરફાર આવ્યો છે.આ સંકલ્પની સાથે મેં પોતાના શરીરની ચામડીથી માતા માટે ચંપલ બનાવ્યા છે અને કદાચ આનાથી મારા કરમ બદલાઈ જાય અને રોનક નો માતાને ચંપલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે તેની માતાને ભેટી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment