અયોધ્યા પહોંચ્યા બાદ કેવી રીતે જશો ભગવાન રામના દર્શન માટે, જાણો મંદિર સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ…

અયોધ્યામાં ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં દિવ્ય દર્શન આપી રહ્યા છે ત્યારે અયોધ્યા આવીને તમે પણ ભગવાન શ્રી રામના દર્શન કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ યોગ્ય અને મહત્વપૂર્ણ છે. આજે મિત્રો તમને રામ મંદિર સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપીશું જે મુલાકાતીઓને જાણવા ખૂબ જ જરૂરી છે.

જો તમે ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે અયોધ્યા આવી રહ્યા છો તો સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે રામ મંદિરના શું નિયમો છે અને ભગવાન શ્રીરામના દર્શન કેવી રીતે થશે મંદિરનો ટાઈમ શું છે અને તમે કેટલી મિનિટો માટે મુલાકાત લઈ શકો છો શું અંદર ફોન લઈ શકાશે કે નહીં તેવા તમામ સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

મિત્રો રામ મંદિરમાં પૂજા કરતા પહેલા તમે તમારો સામાન જેમાં તમારુ પર્સ તમારા પગરખાં અને બેલ્ટ સહિતની વસ્તુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પેસેન્જર સુવિધા કેન્દ્રમાં રાખી શકો છો.તમે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે રામ મંદિર પરિસરમાં પ્રવેશી શકતા નથી અને તમે પર્સ અને પૈસા લઈને અંદર જઈ શકો છો એટલે કે પોકેટ પર સાથે ભગવાન રામના દર્શન કરી શકો છો

આ સિવાય તમે કંઈ પણ લઈ જય શકતા નથી.રામ મંદિરમાં દરરોજ લાખો લોકો દર્શન કરવા માટે આવે છે જેથી ભીડ ને ધ્યાનમાં રાખીને માત્ર પાંચ સેકન્ડ સુધી જ તમે ભગવાન શ્રીરામના દર્શન કરી શકે છે અને જો ભીડ ઓછી હોય તો એક થી બે મિનિટ રાહ જોઈ શકો છો.

રામ મંદિરમાં ભગવાન રામની હાજરી બાદ મંદિરના દર્શનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે જે સવારે 7 થી 10 વાગ્યા સુધી ભક્તો ભગવાન રામના દર્શન કરી શકશે. આ દરમિયાન રામ ભગવાનની આરતીના દરવાજા અડધા કલાક સુધી બંધ રહેશે.

જો તમે ભગવાન શ્રીરામ ની આરતી માં ભાગ લેવા માંગતા હોય તો આ બે મહિનામાં તમે પાસ વગાડ ભગવાન શ્રીરામની આરતીમાં ભાગ લઈ શકો છો અને દરરોજ મિત્રો હાલમાં લાખો લોકો પૂજા અને દર્શન માટે અયોધ્યા આવી રહ્યા છે. સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે ભક્તોને ભગવાનની મૂર્તિથી લગભગ 20 ફૂટ દૂર દર્શન કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*