દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આજે ઓઇલ કંપનીઓ દ્વારા ફરીથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.
દિલ્હીમાં આજથી 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડર નો ભાવ 809 રૂપિયાના બદલે હવે 834.50 રૂપિયા થયો છે. આમ જોઈએ તો 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાના કારણે સામાન્ય જનતાને કોરોનાની મહામારી વચ્ચે ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહો છે.
દેશમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. સરકારી કંપનીઓ દ્વારા મે મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો.
ઉપરાંત એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.
મુંબઈમાં 14.2 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા થયો છે. ઉપરાંત કોલકત્તામાં 835.50 રૂપિયાથી વધારો કરીને 861 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ચેન્નઈ શહેરમાં એલપીજી સિલિન્ડર નો આજનો ભાવ 850.50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. લખનઉમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 872.50 રૂપિયા થયો છે. ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા સાથે 841.50 રૂપિયા આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment