ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી ને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. દર વર્ષે વિધાનસભાની ચૂંટણીના અલગ-અલગ મુદ્દાઓ જોવા મળે છે પરંતુ આ વખતે જ્ઞાતિવાદી CMનો મુદ્દો છે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ અને કોળી સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે.
કે તેમના સમાજમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે. ત્યારે હવે આદિવાસી સમાજ દ્વારા પણ એવી માંગ કરવામાં આવી છે કે અમારા સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવે.
આ તમામ વાતની જાણકારી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોતાની વાતને લોકો સમક્ષ મૂકી છે. મનસુખ વસાવા નું કહેવું છે કે સમાજનો સીએમ બનશે એવું ન સમજતા કે તમારા પ્રશ્નનો ઉકેલ આવશે તેવું લોકોને લાગતું હોય તો તે વાત તદ્દન ખોટી છે.
ઉપરાંત તેને કહ્યું કે જો સમાજનો વિકાસ કરવો હોય તો પક્ષી ઉઠીને એક મંચ તરફ આગળ વધવું પડશે. ઉપરાંત તેમનું કહેવું છે કે આદિવાસી સમાજમાં સંગઠન નો અભાવ છે.
આ ઉપરાંત મનસુખ વસાવા નું એવું કહેવું છે કે સરકાર દ્વારા આદિવાસીઓને પુરી સહાય આપવામાં આવે છે પરંતુ તમામ પૈસા વનબંધુ કલ્યાણ યોજના માં એનજીઓ કરોડો રૂપિયા વાપરી નાખે છે.
ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ વખતે ભાજપ ની સામે આમ આદમી પાર્ટી મોટો પડકાર બની ને ઉભી થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment