આજકાલ અવારનવાર સમગ્ર દેશભરમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો પોતાના અંગત કારણોસર, ઘણા લોકો માનસિક ત્રાસથી કંટાળીને અથવા તો ઘણા લોકો પ્રેમ સંબંધમાં પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. અત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ કરતા એક યુવક અને યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર બંને લાંબા સમયથી પ્રેમ કરતા હતા. પરંતુ પરિવારના દબાણને કારણે બંને એક થઈ શક્યા નહીં. યુવતીના પરિવારે યુવતીના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા હતા. લગ્ન પછી યુવતી અને એક પુત્ર પણ થયો હતો. જેની ઉંમર ત્રણ વર્ષની છે. પરંતુ હજુ પણ વ્યક્તિને પોતાનો જૂનો પ્રેમ યાદ આવતો હતો.
પોતાનો અધુરો પ્રેમ પૂરો થયો આ કારણોસર યુવક અને યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કર્યો હતો. માંડલ વિધાનસભા ક્ષેત્રના કરેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બે માલિક ચોરાઈ પાસે આવેલી શ્રીરામ હોટલમાં યુવક અને યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
યુવક અને યુવતીએ પંખા સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ મિઠું સિંહ (ઉંમર 25 વર્ષ) અને મૃત્યુ પામેલી યુવતીનું નામ ગુડિયા વૈષ્ણવ (26 વર્ષ) હતું.
મળતી માહિતી અનુસાર બંને હોટલમાં એક રૂમ થોડાક સમય રહેવા માટે લીધી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે હોટલનો રૂમમાં ખાવાનું લેવા ગયો ત્યારે રૂમ અંદરથી બંધ હતી. તેણે રૂમમાં જવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ છતાં પણ રૂમ ખુલ્લી નહીં.
છેવટે બારી ખોલીને જોયું ત્યારે બારીમાંથી યુવક અને યુવતીના મૃતદેહને પંખા સાથે લટકતી જોવા મળ્યું હતું. ત્યારબાદ હોટેલના કર્મચારીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને યુવક અને યુવતીના પરિવારજનોને ખબર કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment