જામનગરમાં હોટલના ધંધા સાથે જોડાયેલા પરિવારના 5 સભ્યો રહસ્યમયી રીતે થયા ગુમ – પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી…

Published on: 4:56 pm, Mon, 21 March 22

જામનગર માં બનેલી ઘટનાઓ કરનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો અચાનક કોઇ કારણોસર ગુમ થઈ ગયા છે. જેને લઇને પોલીસે ફરિયાદ નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના સભ્યો એકસાથે દસ દિવસ પહેલાં લાપતા થઈ ગયા હતા.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પરિવાર હોટલના ધંધા સાથે સંકળાયેલું છે. આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે પોલીસે ઘરની તપાસ કરી ત્યારે ઘરમાંથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.

સગા સંબંધીઓ સાથે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આર્થિક સંકળામણના કારણે પરિવારજનો ઘર છોડીને ચાલ્યા ગયા હશે. એક જ પરિવારના 5 સભ્યો એક જ સાથે ગુમ થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ પરિવારના મુખ્ય સભ્ય અને હોટલના ધંધા સાથે સંકળાયેલા 52 વર્ષીય અરવિંદભાઈ નિમાવત, એમના 45 વર્ષીય પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ, 26 વર્ષીય દીકરી કિરણ અરવિંદભાઈ, 22 વર્ષીય દીકરો કરણ અરવિંદભાઈ અને અન્ય એક દીકરા સહિત પરિવારના 5 સભ્યો લાપતા છે.

મળતી માહિતી અનુસાર તેઓ 11 માર્ચના રોજ કોઈપણને કંઈ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા હતા. આ ઘટનાની જાણ ગઈકાલે જામનગર સીટી સી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. પરિવારજનો કયા કારણોસર પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા અને કયા કારણોસર પરિવાર લાપતા બન્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ ગોકુલનગર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. તમામ લોકો વિચારમાં પડી ગયા હતા કે, પરિવાર કયા કારણોસર ઘર છોડીને ચાલ્યો ગયો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગરમાં હોટલના ધંધા સાથે જોડાયેલા પરિવારના 5 સભ્યો રહસ્યમયી રીતે થયા ગુમ – પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી…"

Leave a comment

Your email address will not be published.


*