કોરોના જેવા કપરા કાળનો સામનો કર્યા બાદ જયારે હવે પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે ત્યારે વર્ષો બાદ સાળંગપુર હનુમાનજીના દરબારમાં ધુળેટીની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. 35 વર્ષ બાદ આ રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરીને લોકો ધન્ય થયા છે.
કષ્ટભંજન દાદાના દરબારમાં સંપૂર્ણ ડેકોરેશન પિચકારી, માટલી, પાન અને અલગ-અલગ ફૂલોથી કરવામાં આવ્યું હતું. આકાશમાં ઉડતા આ રંગ જોઈને લોકો ખુબ જ આનંદિત થયા હતા. કષ્ટભંજન દાદાને અર્પણ કરાયેલા રંગો ભક્તો પર ઉડાડવામાં આવ્યા હતા. આ રંગોત્સવ માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા અનોખી તૈયારી કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે ત્રણ કિલોથી વધુ રંગોથી ભરેલી લોખંડની પાઇપની મદદથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધુળેટીના આ ભક્તિમય દ્રશ્યો જોઈને ભક્તોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.35 વર્ષ બાદ ધુળેટીના પર્વની આ ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.
View this post on Instagram
મોટી સંખ્યામાં હરિભક્તો સુરત, અમદાવાદ અને બોટાદથી દાદાના દરબારમાં પધાર્યા હતા. અંદાજે બે હજાર કિલોથી વધુ રંગોમાં હરિભક્તોને રંગવામાં આવ્યા હતા. આ તમામ રંગો કંકુ, અબીલ અને કેસુડામાંથી બનાવેલા હતા જે સંપૂર્ણ પણે ઓર્ગેનિક હતા.
હોળીના પર્વ નિમિત્તે દરબારના પધારેલા તમામ ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હવામા ઉડતા આ રંગો જોઈને લોકોના મન મોહિત થયા હતા અને શાનદાર રીતે ધૂળેટીના પર્વ ને વિરામ આપવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment