પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મિશન 2024ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છેલ્લા પાંચ દિવસથી તેઓ દિલ્હીના પ્રવાસે છે. મમતા બેનરજીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે સાથે અન્ય વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી છે.
ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે હવે તેઓ દર બે મહિને દિલ્હીના પ્રવાસે આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મમતા બેનરજીનું આ એલાન મિશન 2024 નું છે.
આવતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજરોજ કહ્યું કે મેં આજે શરદ પવાર સાથે વાતચીત કરી છે અને મારી આ યાત્રા એકદમ સફળ રહી છે. આ ઉપરાંત મમતા બેનર્જીએ કહ્યું છે કે લોકતંત્ર જતું રહેવું જોયે, મમતા બેનર્જીએ કહ્યું કે મારું સોગન છે કે લોકતંત્ર બચાવો, દેશ બચાવો.
અને અમે ખેડૂતોના મુદ્દાનું સમર્થન કરીએ છીએ. તે માટે હું દર બે મહિને દિલ્હી આવીશ. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના મમતા બેનરજીના વિપક્ષના નેતા ની મુલાકાત સાથે ને થર્ડ ફ્રન્ટ તરીકે પણ જોવામાં આવી રહી છે.
મમતા બેનરજીના દિલ્હીના પ્રવાસના કારણે ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા કમલનાથ અને પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment