ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સામાજિક અને રાજકીય પક્ષમાં હલચલ મચી ગઈ છે. રાજ્યમાં રાજકીય પાર્ટીઓ અત્યારથી જ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટીદાર સમાજ પછી અન્ય સમાજો પણ રાજકીય ક્ષેત્રે સક્રીય થયા છે.
થોડાક દિવસો પહેલા જ ગુજરાતમાં ખોડલધામ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ હતી.
આ ઉપરાંત ખોડલધામ મંદિરના ચેરમેન એક નિવેદન આપતા કહ્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદારનો હોય તેના પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં પાટીદાર સમાજની બેઠક બાદ કોળી સમાજમાં પણ બેઠકની ચર્ચાઓ થઈ રહી છે.
જેમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં પણ રાજકીય પક્ષ દ્વારા તેમને સન્માન નથી મળતું એવું સમાજના અગ્રણીઓનું કહેવું છે. કોળી સમાજ નું માનવું છે કે રાજકીય પદ અને ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના મામલે તેમની સાથે અન્યાય કર્યો છે.
તે માટે હવે કોળી સમાજ દ્વારા પણ મહાસંમેલન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સમાજના આગેવાનો દ્વારા આ જાહેરાત હજુ કરવાની બાકી છે. આ મહાસંમેલન સોમનાથ ખાતે યોજાય તેવી શક્યતાઓ છે. એટલું જ નહીં પ્રાચીન અને ગાંધીનગરમાં બોલાવી શકાય તેવી શક્યતા છે.
પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવો જોઈએ તેવા આવેદન બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપતા કહ્યું કે ઓબીસી કે ઠાકોર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment