છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના જીવ દુખાવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ધોરણ 12 ની એક વિદ્યાર્થીનીએ ડિપ્રેશનમાં આવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ સંજના હતું. તે લાડુસા ગામની રહેવાસી હતી.
સંજનાએ આજરોજ સવારે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ સંજના ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઇને શાળાના આચાર્યએ જણાવ્યું કે, હાલમાં જ સંજનાએ સાયન્સની પરીક્ષા આપી હતી.
29 એપ્રિલના રોજ પરિણામ જાહેર થયા બાદ સંજના ડિપ્રેશનમાં આવી ગઈ હતી. કારણકે સંજનાને ફિઝિક્સમાં સપ્લીમેન્ટરી મેળવી હતી. ત્યારે આજરોજ વહેલી સવારે સંજનાએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બપોરે દીકરીના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. સંજનાનું મૃત્યુ થતાં પરિવારજનો અને ગામમાં શોખનો માહોલ છવાઇ ગયો હતો.
શાળાના શિક્ષક સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર સંજના ભણવામાં હોશિયાર હતી. છતાં પણ તેણે આ પગલું ભર્યું તેથી તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. દીકરી નું મૃત્યુ થતાં માતા-પિતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment