ચીન , નેપાળ અને પાકિસ્તાન બાદ ભારત નો હજી એક બન્યો દુશ્મન …… જાણો વધારે વિગત માં

Published on: 3:54 pm, Sat, 4 July 20

છેલ્લા કેટલાક સમયથી ચીન નેપાળ અને પાકિસ્તાન જેવા દેશો સાથે સરહદીય વિવાદના કારણે વિવાદો ચાલી રહ્યા છે. જૂના સમયથી ભારતની સાથે રહેનાર અને ભારતનો મિત્ર સમાન બાંગ્લાદેશ સાથે ભારતના કંઈક સંબંધ સારા નથી તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયા તરફથી જાણવા મળ્યું છે.

બાંગ્લાદેશે ભારતનો ખાસ મિત્રો હોવા છતાં પણ છેલ્લા કેટલાક દિવસ છે વ્યાપાર સંબંધમાં સારું ચાલતું નથી તેવું જાણવા મળ્યું છે. પશ્ચિમ બંગાળની પેટ્રોપોલ બોર્ડર પરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત નિકાસ થતી હોય છે. બાંગ્લાદેશી વેપારીઓ અને કર્મચારી તરફથી જારી કરાયેલા વિરોધના કારણે આ બોર્ડર પરથી કોઈપણ નિકાસ થઇ નથી. તે વેપારીઓએ કહ્યું કે જ્યાં સુધી ભારત-બાંગ્લાદેશ ને આયાતને મંજૂરી નહીં આપે ત્યાં સુધી ભારતથી કોઈ પણ જાતની નિકાસ થચીન શે નહીં.

ભારત સરકારે 7 જૂને ભારતીય વેપારીને બાંગ્લાદેશમાં નિકાસની મંજૂરી આપી. હાલમાં એક મહિનો થઇ ગયો પણ બાંગ્લાદેશને આયાતને મંજૂરી આપવામાં આવેલ નથી. બાંગ્લાદેશી વેપારીનું કહેવું છે કે અમે ભારત તરફથી આયાત કરીએ છીએ તે અમે તૈયાર કરીને ભારતમાં જ નિકાસ કરીએ છીએ જો ભારત સરકાર અમને આયાતને મંજૂરી નહીં આપે તો અમને કરોડોનું નુકસાન થશે. આપણે જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ બોર્ડર પર ૩૫ હજાર કરોડનો વેપાર થાય છે.