ખતરનાક કોબ્રા સાપ પકડ્યા બાદ, સાપ પકડનાર યુવક સાથે બન્યું એવું કે, પરિવારના લોકો દોડતા થઈ ગયા… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. મિત્રો સ્નેકમેન તરીકે પ્રખ્યાત 45 વર્ષીય વિનોદ તિવારી નામના વ્યક્તિનો કોબ્રા સાપના ડંખના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના શનિવારના રોજ ચોર જિલ્લાના સરદાર શહેરમાં બની હતી.

શનિવારના રોજ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ વિનોદ તિવારી એક કોબ્રા સાપનો રેસ્ક્યુ કરી રહ્યા હતા.ત્યારબાદ વિનોદ તિવારીએ કોબ્રા સાપને પકડીને બેગમાં મૂકી દીધો હતો. આ દરમિયાન ખતરનાક કોબ્રા સાથે વિનોદ તિવારીની આંગળી પર ડંખ લગાવ્યો હતો. ત્યારબાદ થોડીક વાર વિનોદ તિવારી ઉભા રહ્યા અને પછી બે ડગલા ચાલ્યા.

ત્યારે તેઓ અચાનક બેભાન થઈને ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. અને ત્યારબાદ એ તપાસ કરી તો જાણવા મળ્યું કે વિનોદ તિવારીનું મૃત્યુ નીપજ્યું હતું. માહિતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જ્યારે વિનોદ તિવારીને સાથે ડંખ લગાવ્યો ત્યારે તેઓ આંગળી ચૂસીને જાહેર બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી ગઈ હતી. તેથી આસપાસના લોકોએ તેમને સંભાળ્યા હતા. ત્યારે વિનોદ તિવારીએ પોતાના છેલ્લા શબ્દોમાં કહ્યું કે, આજે તો સાબ ખૂબ જ ખરાબ રીતે કરડિયો તેવું લાગી રહ્યું છે. આ બોલ્યા બાદ તેઓ જમીને પણ ઢળી પડ્યા હતા અને તેમને શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું હતું.

આ ઘટનાની જાણ થતા વિનોદભાઈ નો પુત્ર અને તેમના પત્ની ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઓટો દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો વિનોદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. તેમનું મૃત્યુ થતાં જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું.

રવિવારના રોજ તેમની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેઓ છેલ્લા 20 વર્ષથી સાપ પકડીને સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવાનું કામ કરી રહ્યા હતા. સાપ પકડવામાં તેઓ ખૂબ જ એક્સપર્ટ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*