આસારામ બાપુના જેલમાં ગયા પછી તેમનું 10000 કરોડનું સામ્રાજ્ય આ મહિલા ચલાવી રહે છે… જાણો કોણ છે આ મહિલા અને બાપુ સાથે તેનો શું સંબંધ છે…?

મિત્રો તમે બધા આશારામ બાપુને તો જરૂર ઓળખતા હશે. ત્યારે ગઈકાલે આસારામ બાપુને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. મિત્રો તમને જણાવી દે કે આસારામ બાપુ વર્ષ 2013થી જેલમાં છે અને ગઈકાલે કોર્ટમાં તેમને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી છે.

ગાંધીનગર કોર્ટમાં તેમને બે બહેનોને હવસનો શિકાર બનાવવાના કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે 2013માં આસારામ બાપુની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના જીવનની વાત કરીએ તો આસારામ બાપુનો જન્મ 17 એપ્રિલ 1942 માં થયો હતો.

ત્યારે તેમનું નામ આસુમલ રાખવામાં આવ્યું હતું. જ્યારે ભારત દેશના ભાગલા પડ્યા ત્યારે તેઓ ભારતમાં રહેવા આવ્યા હતા. અહીં તેઓ ગુજરાતના અમદાવાદના મણીનગરમાં સ્થાયી થયા હતા. પિતાના અવસાન બાદ ઘરની તમામ જવાબદારીઓ તેમના ઉપર આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર તેઓ ચાની લારી પણ ચલાવતા હતા. આ સમયમાં તેમને દાઢી રાખવાનું શરૂ કર્યું હતું. આસારામ બાપુએ 400 કરતાં પણ વધારે આશ્રમ બનાવ્યા હતા. આ ઉપરાંત 1500 થી પણ વધારે સેવા સમિતિ, 40 કરતા વધારે ગુરુકુળ અને 17,000 કરતા વધારે બાલ સંસ્કાર કેન્દ્રો ચાલુ કર્યા હતા.

આસારામ બાપુના તમામ સામ્રાજ્યમાં કુલ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મિત્રો તમને જણાવી દઈએ કે 2013માં જ્યારે આસારામ બાપુ જેલમાં ગયા, ત્યારે તેમના આ સામ્રાજ્યનો સંચાલન તેમનો દીકરો નારાયણ સાંઈ નહોતો કરતો. પરંતુ આસારામ બાપુના 10000 કરોડ રૂપિયાની સંપત્તિની સામ્રાજ્યનું સંચાલન તેમની દીકરી ભારતીયશ્રી કરી રહી છે. છેલ્લા 8 વર્ષથી ભારતીશ્રી આ કામ કરી રહી છે અને આગળ પણ તે આ જ કામ કરતી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*