આગળ જતા ટ્રેક્ટર-ટ્રોલી સાથે બાઈક અથડાતા સર્જાયો ભયાનક અકસ્માત, બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે દર્દનાક મોત…એક સાથે ગામમાંથી 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 2:49 pm, Thu, 2 February 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 3 યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાની બાડમેરમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય અન્નારામ, 30 વર્ષીય બક્તારામ અને 28 વર્ષીય મોતીરામ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ ત્રણેય પોતાનું કામ કરવા માટે બાઈક લઈને ગામમાંથી બાડમેર શહેરમાં આવ્યા હતા. પોત પોતાનું કામ પતાવીને સાંજે 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય યુવકો બાઇક પર સવાર થઈને ગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બાઈક ચાલકની આંખોમાં સામેથી આવતી ગાડીનો ફોક્સ પડ્યો હતો. જેના કારણે બાઇક ચાલકને આગળ જઈ રહેલું ટ્રેકટર ટ્રોલી દેખાયું ન હતું.

આ કારણોસર બાઈક ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ચાલક ઘટના સ્થળે ટ્રેક્ટર મુકીને ભાગી ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા તો ત્રણેયના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્નારામના લગ્ન આશરે છ વર્ષ પહેલા થયા હતા. અન્નારામના મૃત્યુના કારણે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલા બક્તરામના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેના મૃત્યુના કારણે એક બાળકીય પિતાની છત્રછાયા ગુમાવી છે. તેની પત્નીને છ સાત મહિનાનો ગર્ભ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા અન્નારામ અને બક્તરામ પિતરાઈ ભાઈઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આગળ જતા ટ્રેક્ટર-ટ્રોલી સાથે બાઈક અથડાતા સર્જાયો ભયાનક અકસ્માત, બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે દર્દનાક મોત…એક સાથે ગામમાંથી 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*