દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પરેશ ધાનાણીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા.
પોલીસ સ્ટેશનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરો સહિત ભાજપ ની રામધૂન બોલાવી હતી. અને સતત વધતી મોંઘવારીના કારણે પોલીસ સ્ટેશનમાં કવિતા બોલીને વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે પરેશ ધાનાણીની અટકાયત કરીને તેમને અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે લેવાયા હતા. પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી.
જેમાં પોલીસે સાયકલ રેલી સહિત વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી અટકાયત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ વધતી જતી મોંઘવારીના મુદ્દે બેનરો અને સુત્રોચસરો સાથે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું.
પોલીસ દ્વારા ચુસ્ત પ્રતિબંધો ગોઠવવામાં આવ્યા હતા પરંતુ છતાં કોંગ્રેસના કાર્યકરો નારા લગાવી રહ્યા હતા કે દારૂ સસ્તું તેલ મોંઘો આવા નારા લગાવીને વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત આજે બાબરા શહેર અને તાલુકા માં કોંગ્રેસના કાર્યકરો એ સતત વધતી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. પેટ્રોલ ડીઝલ અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઇ રહી છે. તે મામલે ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં સાઇકલ ચલાવીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment