ગઈકાલે રાત્રી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજ્યોને અપીલ કરી કે લોકડાઉન છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. આપણે દેશને લોકડાઉન થી બચાવો છે. પ્રધાનમંત્રીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે કોરોના કાળમાં જે લોકોના પરિવારના સભ્યો નું નિધન થયું.
તે તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. પરંતુ પડકાર ભલે ગમે તેટલો મોટો હોય સાથે મળીને લડીશું તો ચોક્કસ સફળતા મળશે જ. હું દેશના તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર ની પ્રશંસા કરું છું.
આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે અઘરામાં અઘરા પણ આપણે ધીરજ ન ગુમાવી જોઈએ. આપણે સાચા નિર્ણયો લેવા જોઈએ તો આપણે વિજય હાંસલ મેળવી શકીએ છીએ. આ મંત્રને નજરમાં રાખીને દેશ કામ કરી રહ્યો છે.
ટીકાકરણ અભિયાનથી કોરોના વોરિયર્સ, ફન્ટલાઇન વર્કસ, વૃદ્ધોને રસી અપાઇ રહી છે. દુનિયામાં સૌથી ઝડપથી ભારતમાં દસ કરોડ પછી અગિયાર કરોડ અને હવે 12 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે પરિસ્થિતિ જુદી છે ત્યારે આપણી પાસે કોરોના ની સામે લડવા માટે જરૂરી સુવિધાઓ ન હતી.
મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની મદદથી શ્રમિકને મફત વેક્સિન આપવામાં આવશે. અમારી રાજ્ય સરકારોને આપેલ છે કે તેઓ શ્રમિકો માં ભરોસો રાખી અને અમારો પ્રયાસ છે.
કે કોરોના કારણે આજીવિકા પર કોઈ અસર ન પડે તેની પણ ખાતરી રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ મીડિયાને સલાહ આપી કે તેઓએ લોકોને અફવા ફેલાવતા અટકાવવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment