ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં સતત વધારો થયો તેવામાં અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ થઈ ગયો અને કોરોના કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં કરર્ફ્યુ ની પરિસ્થિતિ સર્જાય. અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ લાગવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ બાદ સુરત અને રાજકોટ શહેરમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ પછી આ બંને શહેરમાંથી એક શહેરમાં જનતા કરફ્યુ લાગી શકે છે.
અમદાવાદ રાજકોટ ના કલેક્ટરે શહેરના બધા મતદારોને એલર્ટ કરી દીધા. કારણ કે રાજકોટ શહેરમાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. અને દિવાળી બાદ સુરત શહેરની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. એવામાં એક તરફ સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રાજ્ય સરકાર શાળા-કોલેજો ખોલવાને લઈને આતુર છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેર કર્યું હતું કે ૨૩ નવેમ્બરે શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે. પરંતુ અમદાવાદ અને સુરત શહેરમાં સતત કોરોના ના કેસ વધવાના કારણે રાજ્ય સરકારે પોતાના નિર્ણય પાછો ખેંચી લીધો.
રાજ્ય સરકાર હવે વાલીઓના સંમતિ મુજબ શાળા કોલેજ શરૂ કરવાના નિર્ણય બહાર પાડશે. શહેરમાં જે વિસ્તાર કન્ટેમેન્ટ જોન માં હશે તે વિસ્તારની શાળા કોલેજો નહીં ખૂલે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment