ગુજરાતમાં કોરોનાના કેસ નો રાફડો ફાટતા શાળા કોલેજ ખોલવાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય,હવે 23 મી એ ગુજરાતમાં નહિ ખૂલે શાળા કોલેજ

175

ગુજરાત રાજ્યમાં કોરોના કેસો વધતા ગુજરાતમાં 23 નવેમ્બર શાળા-કોલેજો શરૃ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોરોના ની સ્થિતિને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે રાજ્યમાં શાળા ખોલવાના લઈને શિક્ષણ મંત્રી અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.દિવાળી બાદ થયેલા કોરોના વિસ્ફોટ અને અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓમાં કોરોના ના કેસો આવતા જ માહોલ ચિંતાજનક બન્યો છે.

જેના કારણે વાલીઓને પણ ચિંતાનું કારણ બન્યું છે.રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર શાળા કોલેજ શરૂ કરવાના નિર્ણય કોરોના પરિસ્થિતિના કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર નવી તારીખ જાહેર કરશે.

મહત્વનું છે કે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ની DEO સાથે બેઠકમાં શાળાઓ ખોલવાની શિક્ષણ લગતા વહીવટી મુદ્દાઓ, શિક્ષકોની વધઘટ કરવા બાબત, શિક્ષકોના બદલી.

કેમ્પ મુરદે,TPEO ના પ્રમોશન મામલો, આધાર અપડેશન નો મુદ્દો અને હાઈ કોર્ટમાં પડતર કેસો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!