દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ મહત્વપૂર્ણ મુદા પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે હું છેલ્લા છ દિવસથી ઉત્તર ગુજરાતના ઘણા બધા પ્રવાસે હતો અને મેં અને ઈશુદાન ગઢવી અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની મુલાકાત લીધી છે. આખી યાત્રાનો ખુબ જ સારો અનુભવ રહ્યો અને અમે 14 વિધાનસભા
મતવિસ્તારોમાં મોટી મોટી 14 સભાઓ કરી છે. છ રોડ શો અને બે ડઝનથી વધારે શેરી સભાઓ કરી છે. જુદા જુદા ક્ષેત્રના કર્મચારીઓને અમને મળવા આવ્યા જેવો અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કાર્યો ગુજરાતના આંદોલન કરી રહ્યા હતા તેમની સાથે મુલાકાત થઈ અને સામાજિક કાર્યકરો શિક્ષકો ખેડૂતો યુવાનો ગોપાલકો સાથે મળવાનું બન્યું.
ઉત્તર ગુજરાતમાં મેં જાતે અનુભવીને આવ્યો છું કે એક સાથે વારંવાર સંભળાય રહ્યું છે કે હવે તો પરિવર્તન જ. બસ હવે તો સંપૂર્ણપણે પરિવર્તન જોઈએ હવે તો હદ થઈ ગઈ છે હવે તો બદલાવું જ પડશે. તમે લોકો આવો અને બસ આ જ વાતો દરેક જગ્યાએથી સાંભળવા મળી રહે છે. ગઈકાલે રેસ્ટોરન્ટમાં એક પતિ પત્ની આવ્યા અને તે બોલવા લાગેલા કે કંટાળી ગયા છીએ
લોકો હવે ભાજપના 27 વર્ષના શાસનથી કંટાળી ગયા છે. દિલ્હીના કેજરીવાલ અને પંજાબમાં ભગવત માન આમ આદમી પાર્ટીનું કામ હવે લોકોને દેખાઈ રહ્યું છે અને લોકો તમે આવશો તો શાળાઓ સારી થશે અને હોસ્પિટલો સારી થશે ને વીજળી સસ્તી થશે અને ઝીરો બી લાવવા લાગશે ને હવે ગુજરાતી જનતાને લાગી રહ્યું છે કે મુદ્દા પર કામ કરનારી પાર્ટીઓ આવી રહી છે. હવે એક મોકો આપને આપવો જ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment