ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જામનગરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા ફારૂકશા શામદારના દીકરા ઇમરાનશાને નાની એવી બાબતમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના બનતા આજે ચારે બાજુ અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ઇમરાનશાને ફોન મૂકીને સૂઈ જવાની બાબતે પોતાની પત્ની સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ વાતનું ખોટું લાગતા ઇમરાનશાને ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ ઇમરાનશા ફારુકશા શામદાર છે અને તેની ઉંમર 28 વર્ષની છે.
મળતી માહિતી અનુસાર તેને અને તેની પત્નીને ફોન મૂકીને સુઈ જવાની બાબતમાં બોલા ચાલુ થઈ ગઈ હતી. આ વાતનું ઇમરાનશાને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. તેથી તેને જામનગરમાં નવું ગામ ખેડા ઈકબાલભાઈ નામના વ્યક્તિના મકાનમાં પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ઇમરાનશાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment