ઘરેથી માટી લેવા નીકળેલા બાળકો ઉપર માટીનો ઢગલો પડ્યો, 3 માસુમ બાળકોના મૃત્યુ – ગામમાં એક સાથે 3 માસુમ બાળકોની અર્થી ઉઠી..!

Published on: 10:28 am, Tue, 4 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ માસુમ બાળકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર માટીનો ઢગલો નીચે પડવાના કારણે ત્રણ માસુમ બાળકો માટીની નીચે દબાઈ ગયા હતા. આ કારણોસર તેમના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવતી પણ ઇજાગ્રસ્ત થાય છે.

આ ઘટના ઈટાવામાં બધપુરા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર બાળકો ઘરના કામકાજ માટે માટી લેવા માટે આવ્યા હતા. બાળકોના ઘર કાચા છે, ઘરમાં માટીના ઉપયોગની જરૂર પડી હતી તેથી બાળકો માટે લેવા માટે ગયા હતા.

આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર માટીનો ઢગલો તૂટીને નીચે પડતા ચાર બાળકો નીચે દબાઈ ગયા હતા. જેમાંથી ત્રણ બાળકોના કરુણ મૃત્યુ થયા છે અને એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. તેને તાત્કાલિક સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના બનતા જ મૃતક બાળકોના પરિવારજનો અને ગામજનોમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને વહીવટી અધિકારીઓને પીડિત પરિવારના સભ્યોને રાહત આપવાના નિર્દેશન આપ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ચાર બાળકો ગામમાં માટીનો ટેકરો ખોદવા માટે ગયા હતા. આ દરમિયાન માટીનો મોટો ટુકડો નીચે પડતા ચારેય બાળકો માટેની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં 9 વર્ષીય જાનવી, 8 વર્ષીય પ્રશાંત અને 7 વર્ષીય સોનાક્ષીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત એક માસુમ બાળકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.

સમગ્ર ઘટના બન્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક બાળકોને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરેથી માટી લેવા નીકળેલા બાળકો ઉપર માટીનો ઢગલો પડ્યો, 3 માસુમ બાળકોના મૃત્યુ – ગામમાં એક સાથે 3 માસુમ બાળકોની અર્થી ઉઠી..!"

Leave a comment

Your email address will not be published.


*