પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો, લોખંડના સળિયા વડે પત્ની પતિ પર તૂટી પડી… માતાએ બે બાળકોને બાપ વગરના કરી નાખ્યા…

આજકાલ નાની-નાની વાતમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો છે. માહિતી અનુસાર ગુસ્સામાં ભરાયેલી પત્નીએ લોખંડના સળિયા વડે પોતાના પતિના માથાના ભાગ ઉપર પ્રહાર કર્યા હતા. આ કારણસર પતિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પાલી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રૂપવાસ ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં એક ઘરમાં ભાવના નામની મહિલા રસોડામાં રસોઈ બનાવી રહી હતી.

ત્યારે તેનો 33 વર્ષીય પતિ રમેશ ત્યાં આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઘરેલુ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલી પત્નીએ લોખંડના સળિયાથી પોતાના પતિના માથાના ભાગ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પતિ રમેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરે રમેશને મૃત જાહેર કર્યો હતો. રમેશનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રમેશના ભાઈએ તેની ભાભી વિરુદ્ધ જીવ લેવાનો ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી અનુસાર રમેશની પત્ની ભાવના છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં હતી. 22 ડિસેમ્બરના રોજ ભાવના પિયર માંથી પોતાના પતિ સાથે સાસરે આવી હતી. ભાવના અને રમેશે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 7 વર્ષની દીકરી અને 5 વર્ષના માતા-પિતા રમેશ અને ભાવના બન્યા હતા.

લગ્ન બાદ બંને વચ્ચે ખૂબ જ ઝઘડા વધી ગયા હતા. અણે બનાવનાર કારણે લગભગ ત્રણ વર્ષથી ભાવના પોતાના પિયરમાં રહેતી હતી. આ ઘટનાના કારણે બે બાળકો માં-બાપ વગરના થઈ જશે કારણકે બાળકોના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને પિતાના જીવ લેવાના કેસમાં માતાને જેલમાં જવું પડશે. આ ઘટના બની ત્યારે બંને બાળકો ઘરે હતા. મૃત્યુ પામેલા રમેશનું ભત્રીજો સાંજના સમયે કોઈ કામના અર્થે તેના ઘરે પહોંચ્યો હતો.

ત્યારે ભત્રીજાએ પોતાના કાકાને ઇજાગ્રસ્ત હાલતમાં જોયા હતા પછી આ ઘટનાની જાણ તેના પિતાને કરી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા રમેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં રમેશની મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*