આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી લગ્નના સાત મહિના બાદ પતિ-પત્ની એક ઝેર ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
આ ઉપરાંત પતિ-પત્ની એક સુસાઈડ નોટ પણ લખી છે. પતિ-પત્નીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમે બંને અમારી મરજીથી જીવ આપી રહ્યા છીએ. આ ઉપરાંત લખ્યું હતું કે લગ્ન બાદ બંને વચ્ચે ઘરેલુ વિવાદ ચાલતા તેના કારણે અમે આ પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર બંને મંગળવારના રોજ મોડી રાત્રે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બંનેએ સુસાઈડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે અમે પોતાની જવાબદારીથી પોતાનું જીવન ટુંકાવ્યું છે, કોઈને પરેશાન કરશો નહીં.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસે સંબંધીઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિનું નામ સૂર્યપ્રકાશ ગુપ્તા અને મૃત્યુ પામેલી પત્નીનું નામ અંજલિ ગુપ્તા હતું. બંનેના લગ્ન સાત મહિના પહેલા જ થયા હતા. સૂર્યપ્રકાશ એક બેંકમાં નોકરી કરતો હતો.
મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન થયા બાદ બંને ની વચ્ચે નાની મોટી માથાકૂટ ચાલી રહી હતી. ઘરેલુ ઝઘડાથી કંટાળીને બંને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment