લગ્નના 7 મહિના બાદ રાજકોટમાં એક યુવતીએ સુસાઈડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો, સુસાઇડ નોટમાં પોતાના પતિ વિશે કંઈક એવું લખ્યું કે… જાણો સમગ્ર ઘટના…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી લખેલી સુસાઇડ નોટ ખોટી છે તેવું તેના પતિએ કહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ જયશ્રીબેન નયનભાઈ દાફડા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડા GIDCમાં ગેઈટ-2 પાસે આવેલા એકતા નગરમાં રહેતી અને સાત મહિના પહેલા જ લગ્નથનાર જયશ્રીબેનએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગઈકાલે રાત્રે પતિ બહાર ગયો ત્યારબાદ પત્નીએ રૂમમાં “મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કોઈ રાખતું નથી” એવી સુસાઇડ નોટ લખીને પંખાના હુકમાં ચૂંટણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

થોડીક વાર બાદ સાસુ જ્યારે રૂમમાં તપાસ કરવા માટે જાય છે ત્યારે સાસુએ પુત્રવધુ ને લટકતી હાલતમાં જોઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃત્યુ પામેલી મહિલાના પતિને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ નયનભાઈ ઘરે આવ્યા હતા અને 108 ની આ ઘટનાની જાણ કરી હતી.

ત્યારબાદ 108 ની ટીમ જયશ્રીબેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. ત્યાં હાજર ડોક્ટરે જયશ્રીબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ભુજ પર જ દરમિયાન ભાઈએ જણાવ્યું કે તેઓ રિક્ષા ચલાવે છે અને તેમના લગ્ન સાત મહિના પહેલા જ થયા હતા.

પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ ડોટ માં એવું કહેવામાં આવ્યું હતું કે પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાના કારણે આ પગલું ભરું છું. પરંતુ મૃત્યુ પામેલી મહિલાના પતિનું કહેવું છે કે મારે કોઈ અન્ય સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*