મોટી દુર્ઘટના : આર્મીની બસ ઊંડી ખીણમાં પડતા 16 જવાન એક સાથે થઈ ગયા શહીદ…ચારેય બાજુ માતમ છવાઈ ગયો…

Published on: 4:03 pm, Fri, 23 December 22

મિત્રો હાલમાં બનેલી એક ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવેલ છે. આ ઘટનામાં આજરોજ સવારે ઊંડી ખીણમાં આર્મીની બસ પડી જતા મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં 16 જેટલા આર્મી જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત ચાર જવાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

સમગ્ર ઘટના બન્યા બાદ બચાવો તેમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ભારત ચીન સરહદ નજીક ઉત્તર સિક્કિમમાં દુર્ગમ સ્થાન પર આર્મી ની બસ અચાનક જ લપસીને રસ્તા પરથી ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

આ ઘટનામાં 16 આર્મી જવાને પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ચાર આર્મી જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક સાથે દેશના 16 જવાના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત અને ઉત્તર બંગાળની આર્મી હોસ્પિટલમાં એર લીફ્ટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજધાની ગંગટોકથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમા-3 ખાતે સવારના સમયે આ મોટી દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર 20 સૈનિકો સાથે આર્મીનું વહન સરહદી ચોક તરફ જઈ રહ્યું હતું.

ઝેમા-3 વિસ્તારમાં વળાંકના વાટાઘાટા કરતી વખતે વાહન અચાનક જ પલટી ખાઈ ગયું હતું અને સેકન્ડોમાં જ ઊંડીખાણમાં નીચે પડી ગયું હતું. ઘટના સ્થળ પરથી 16 જેટલા આર્મી જવાના મૃતદેહ મળે આવ્યા હતા. આર્મી જવાનોના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોટી દુર્ઘટના : આર્મીની બસ ઊંડી ખીણમાં પડતા 16 જવાન એક સાથે થઈ ગયા શહીદ…ચારેય બાજુ માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*