લગ્નના 5 દિવસ બાદ પતિ-પત્નીનું રસ્તામાં અકસ્માતમાં ભયંકર મોત, દુલ્હનના હાથમાંથી હજુ તો મહેંદી પણ સુકાઈ ન હતી ત્યાં…પતિ-પત્નીની એક સાથે અર્થી ઊઠી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં લગ્નના પાંચ દિવસ બાદ પતિ-પત્ની સાથે કંઈક એવું બન્યું કે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર કારમાં જતા પતિ-પત્નીને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારના એર બેગ ખુલી ગયા છતાં પણ પતિ-પત્નીનો જીવ બચી શક્યો નહીં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાના કારણે બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. વિગતવાર વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ નાગૌરના જયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ડીડવાના રોડ ઉપર આવેલી કલ્પના ચાવલા સ્કૂલ પાસે આ અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 30 વર્ષીય કિશોર માલીના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ 28 વર્ષીય કિરણ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ પહેલી વખત કિશોર માળી પોતાની પત્ની સાથે તેના પિયરમાં ગયો હતો.

રવિવારના રોજ સાંજના 5:00 વાગ્યાની આસપાસ કિશોર પોતાની પત્ની કિરણ અને કિરણના ભાઈ કૃષ્ણકુમાર સાથે ઘરે આવવા માટે રવાના થયો હતો. આ દરમિયાન રાત્રે 9:00 વાગ્યાની આસપાસ અજાણ્યા વાહન ચાલકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટનામાં કિશોર તેની પત્ની કિરણ અને કિરણનો ભાઈ કૃષ્ણ બેભાન થઈ ગયા હતા. ત્રણેયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં કિશોર અને કિરણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે પતિ પત્નીની અર્થી ઉઠતા આખું ગામ ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*