દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં કુતરા કરડવાના કારણે એક 11 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ 11 વર્ષના માસુમ બાળક પર રખડતા કુતરાઓ તૂટી પડ્યા હતા.
આ ઘટનામાં કુતરાએ બાળકના જમણા પગ પર બટકો ભરી લીધું હતું. ત્યાર પછી તો પરિવારના લોકો દીકરાને સારવાર માટે ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે બાળકને ઇન્જેક્શન આપ્યું હતું. ત્યાર પછી બાળકની હાલત બગાડવા લાગી હતી અને ગત રવિવારના રોજ બાળકનું મોત થયું હતું.
માત્ર 11 વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ગત રક્ષાબંધનના દિવસે બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે એક કૂતરું તેને કરડી ગયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે બાળકને ઇન્જેક્શન આપ્યું હતું.
ત્યારબાદ બાળકની તબિયત સારી હતી. ત્યારે અઠવાડિયા પહેલા હતા નકર બાળકને પગમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને તાવ આવ્યો હતો. પછી તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તે પાણીથી પણ ડરવા લાગ્યો હતો. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર ડોક્ટરે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું. અહીં હાજર ડોક્ટરે બાળકને ઘરે લઈ જવાની સલાહ આપી હતી. પછી ઘરેથી તો બાળકની સારવાર ચાલુ હતી. ત્યારે ગત રવિવારના રોજ અચાનક જ બાળકનો મોત થઈ ગયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment