મિત્રો આજે આપણે એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં લગ્ન બાદ એક દુલ્હન સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમે ઘણા લોકોના ઘરે બાથરૂમમાં પાણી ગરમ કરવા માટેના ગીઝર જોયા હશે. આ ગીઝર આમ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો જીવનો જોખમ પણ બની શકે છે.
ત્યારે આજે આપણે તેવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 26 જાન્યુઆરીના રોજ વૈશાલી નામની યુવતીના લગ્ન થયા હતા. લગ્ન થઈ ગયા બાદ દુલ્હન મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાગૃતિ વિહાર પોતાના સાસરિયામાં આવી હતી. વૈશાલીના લગ્ન પારસ કુમાર નામના યુવક સાથે થયા હતા.
ગુરૂવારના રોજ બંનેના લગ્ન થયા હતા શુક્રવારના રોજ એટલે કે 27 જાન્યુઆરીના રોજ વૈશાલીને વિદાય આપવામાં આવી હતી. વિદાય બાદ વૈશાલી મેરઠ પોતાના સાસરે પહોંચી હતી. અહીં શનિવારના રોજ વૈશાલી સવારે નાહવા માટે ગઈ ત્યારે તેની સાથે દર્દનાથ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે બાથરૂમમાં લાગેલા ગીઝરમાંથી ગેસ લીકેજ થતો હતો.
આ કારણોસર બાથરૂમમાં નાહવા ગયેલી વૈશાલી ઘણો સમય થઈ ગયો છતાં પણ વૈશાલીનો શ્વાસ રૂંધાયો હતો. દુલ્હન વૈશાલી બાથરૂમમાં નાહવા ગઈ તેનો ઘણો સમય થઈ ગયો છતાં પણ તે બહાર આવી ન હતી. તેથી પરિવારના દરેક લોકો ચિંતામાં પડી ગયા હતા. ઘરની તમામ સ્ત્રીઓ દુલ્હન વૈશાલીની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ પરિવારના લોકોને જ સૂકા ગઈ અને તેમને બાથરૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
આ દરમિયાન વૈશાલી બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક કારમાં આનંદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે વૈશાલીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારના લોકો વૈશાલીના મૃતદેહને ઘરે લાવ્યા હતા અને પછી આ ઘટનાની જાણ વૈશાલીના માતા-પિતાને કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતા પિતાને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને વૈશાલીના ભાઈએ જણાવ્યું કે ગીઝરમાંથી ગેસ લીકેજ થવાના કારણે બહેનનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. લગ્ન થયા હોવાના કારણે શનિવારના રોજ પૂજા પણ રાખવામાં આવી હતી. હજુ નવા નવા લગ્ન થયા હોવાના કારણે પરિવારમાં ચારેય બાજુ ખુશીનો માહોલ હતો. તેવામાં વૈશાલી નું મૃત્યુ થતાં બંને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment