વાહ રામ ભક્ત વાહ..! આપણા રંગીલા રાજકોટમાં આ હોટલમાં જમવામાં એવી ખાસ ઓફર રાખવામાં આવી કે… આખા ગુજરાતમાં હોટલના માલિકની થઈ રહી છે વાહ વાહ…

Published on: 2:17 pm, Tue, 31 January 23

મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. આ જમાનામાં ધીમે ધીમે લોકો આપણી જૂની સંસ્કૃતિઓ ભુલતા જાય છે. પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જો આપણી જૂની સંસ્કૃતિને જાળવી રાખવા માટે હંમેશા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજે આપણે તે આજે કિસ્સા વિશે વાત કરવાના છીએ. આજકાલ દરેક ધંધામાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે.

ખાસ કરીને ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુમાં ખૂબ જ કોમ્પિટિશન છે. આવો માહોલ વચ્ચે પોતાનો ધંધો ચલાવો તે ખૂબ જ મુશ્કેલ છે. જેથી ખાણીપીણીનો ધંધો કરનાર લોકો પોતાના ધંધાને લોકો વચ્ચે જાણીતો બનાવવા માટે ખાસ ઓફરો કાઢતા હોય છે. ત્યારે રંગીલા રાજકોટમાં એક હોટલના માલિકે એક એવી ઓફર કાઢી છે કે જેના વિશે સાંભળીને તમે પણ તેમની વાહ-વાહ કરશો.

રંગીલા રાજકોટમાં કંઈકને કંઈક નવું નવું ચાલતું જ હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટની અંદર કંઈક અનોખું કારનામું થયું છે. રાજકોટની અંદર આવેલી જલારામ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટે એક ખાસ ઓફર બહાર પાડી છે. આ ઓફર 15 વર્ષથી નાના બાળકો માટેની છે.

ઓફર વિશે વિગતવાર વાત કરીએ તો, 15 વર્ષથી નાના બાળકને જો હનુમાન ચાલીસા મોઢે આવડે તો તેને અહીં તદ્દન ફ્રી માં જમવાનું આપવામાં આવશે. આ ખાસ ઓફરના પોસ્ટરની એક તસવીર પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ ખાસ પોસ્ટર જોઈને લોકો હોટલના માલિકની વાહ વાહ કરી રહ્યા છે. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોટલના માલિકે પ્રભુ શ્રીરામ પ્રત્યેના પોતાના પ્રેમને બતાવવા માટે આ ખાસ ઓફર બહાર પાડી છે. આ ઓફરના ઘણા બધા ફાયદા છે.

આ ઓફરના કારણે સતત મોબાઇલની વચ્ચે ઘેરાયેલા બાળકોને તેના માતા-પિતા હનુમાન ચાલીસા શીખવાડશે. મિત્રો ગુજરાતમાં ઘણી બધી સ્કૂલો પણ એવી છે જ્યાં નાના બાળકોને હનુમાન ચાલીસા અને આપણી જૂની સંસ્કૃતિ વિશે જણાવવામાં આવે છે. આ ખાસ વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાહ રામ ભક્ત વાહ..! આપણા રંગીલા રાજકોટમાં આ હોટલમાં જમવામાં એવી ખાસ ઓફર રાખવામાં આવી કે… આખા ગુજરાતમાં હોટલના માલિકની થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*