કોરોના મહામારી ની વચ્ચે 2021 ના છેલ્લા મહિનામાં પર ચક્રવાતી તોફાન દસ્તક આપવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત જવાદ ને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત વિશે હવે ચેતવણી આપવામાં આવી છે કે આ વાવાઝોડા ની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે
અને તેજ પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થઇ શકે છે.અમરાવતી ના ડિરેક્ટર સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું કે,પશ્ચિમ મધ્ય બંગાળ ની ખાડી પરનું દબાણ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનવાની શક્યતા છે.
આજ રોજ સવાર સુધીમાં તે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયા કાંઠે પહોંચે તેવી સંભાવના છે.હવામાન વિભાગ વતી લોકોને સાવધાન કરતાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે વિનંતી કરવામાં આવે છે.
નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે રહેવું જોઈએ. ચક્રવાતી વાવાઝોડા ના કારણે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ.કારણ કે તેનાથી ભુસ્ખલન પણ થઈ શકે છે.સ્ટેલા સેમ્યુઅલે એમ પણ જણાવ્યું હતું કે, ચક્રવાતી વાવાઝોડા ના કારણે
ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડી પવનની ઝડપ 90 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment