સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં જાહેરમાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. ગ્રીષ્માના કેસમાં કોર્ટે આરોપી ફેનીલને દોષિત ઠરાવ્યો હતો. ત્યારબાદ 22 એપ્રિલના રોજ આખો દિવસ સજાને લઇને બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી.
22 એપ્રિલના રોજ સૌપ્રથમ કોર્ટમાં બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર પક્ષે પોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળીને જજે 26 તારીખ આપી હતી. જેથી આજે કોર્ટ દ્વારા સજાની તારીખ જાહેર કરી છે. મળતી માહિતી મુજબ લગભગ 5 મેના રોજ કોર્ટ સજાનો ચુકાદો જાહેર કરશે તેવી શક્યતાઓ છે.
મહત્વની વાતએ છે કે આજરોજ સરકારી વકીલે કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત આરોપી ફેનીલ ગોયાણીને પણ કોર્ટમાં હાજર કરવામાં ન આવ્યો હતો. 22 એપ્રિલના રોજ સરકારી વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, અમારો કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. તેને પૂર્વ તૈયારીઓ સાથે ગ્રીષ્માનો જીવ લીધો છે.
એટલું જ નહીં પરંતુ આરોપી ફેનીલ જે દિવસે ઘટના બની તે દિવસે ગ્રીષ્માની કોલેજ તેને શોધવા ગયો હતો. આરોપી ફેમિલી ગ્રીષ્માની બહેનપણી ધૃતિને કહ્યું હતું કે, આજે ગ્રીષ્માના ઘરે જઈને કાંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું હતું કે ના હોય તો વાત કરવા જવાનો છું.
આ ઘટના બની તે પહેલા આરોપી ફેનીલે ક્રિષ્ના સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરી હતી, જેમાં પણ તેને ગ્રીષ્માનો જીવ લેવાની વાત કરી હતી. સરકારી પક્ષનું કહેવું છે કે દરેક વાલિયો લૂંટારો વાલ્મીકિ નથી બની શકતો. આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. આટલું જ નહીં પરંતુ આરોપીએ ગ્રીષ્માના પરિવારજનો પણ જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment