સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ગર્ભવતી યુવતી સાથે કર્યું એવું કે, જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…

Published on: 3:53 pm, Tue, 26 April 22

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ફરી એક વખત એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકનો કારસ્તાનનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુળ તેલંગાણામાં એક યુવકને તેના જતનની એક યુવતી સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. યુવતીના લગ્ન થઈ ગયા હતા. લગ્ન થઈ ગયા બાદ યુવતી પોતાના માતા-પિતા સાથે સુરત રહેવા આવી ગઈ હતી.

ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો. તે યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. યુવતી ગર્ભવતી હોવાનું કહેવા છતાં પણ યુવકે યુવતી પાસે એક સુસાઈડ નોટ લખાવી હતી અને ત્યાર બાદ યુવતીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ત્યાર બાદ યુવકે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.

ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને નો બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હતું. આ ઘટના સુરત શહેરના ગોડાદરા ખાતે બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે યુવતી ઘરે એકલી હતી અને તેના માતા-પિતા કામ પર ગયા હતા.

ત્યારે યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે યુવતીને એવું લાગ્યું કે માતા પિતા નામ પરથી પરત આવ્યા હશે. જેવો યુવતીએ દરવાજો ખોલ્યો તેવો જ યુવક ઘરની અંદર ઘુસી ગયો અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. અને યુવતી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે હું ગર્ભવતી છું.

ત્યારે યુવક વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને કહ્યું હતું કે, હું કહું તેમ નહીં કરતો વતનમાં રહેલા તારા ભાઈનો જીવ લઈ લઈશ અને આમ કહીને યુવતીને ઝેરી દવાનો એક ગ્લાસ આપ્યો હતો. ત્યારે યુવતીએ આ બાબતનો વિરોધ કર્યો હતો. ત્યારે યુવકે યુવતીને મંગળસૂત્ર ઉતારી નાખ્યું હતું. ત્યાર બાદ યુવકે યુવતીને પરાણે ઝેરી દવા પીવડાવી દીધી હતી.

ઝેરી દવા પીવડાવી તે પહેલા યુવતી પાસે એક સુસાઈડ નોટ લખાવ્યો હતો. યુવતીને દવા પીવડાવ્યા બાદ યુવક પોતે પણ દવા પી ગયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં બંનેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ગર્ભવતી યુવતી સાથે કર્યું એવું કે, જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…"

Leave a comment

Your email address will not be published.


*