સુરતના પાસોદરા ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના જ પરિવાર સામે જીવ લઇ લીધો હતો. ફેનીલ ગોયાણી એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્માનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ગઈ કાલે કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થાય છે.
મળતી માહિતી મુજબ કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને 16 એપ્રિલના રોજ સજા સંભળાવી શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ સરકારી વકીલ નયન સુખડવાલાનું જણાવ્યું છે કે, પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. જેથી આગામી સમયમાં કોડ આરોપી ફેનીલ ગોરાણીને કડકમાં કડક સજા આપે એવી માંગ કરી છે.
બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે, ફેનીલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી છે. આરોપી ફેનીલ ગોયાણી તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલીયાએ કોર્ટમાં અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે જણાવ્યું કે, ફેનીલ ગોરાણીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
પોતાની યોગ્ય રજૂઆતો ન કરવા દેવા માટે પોલીસ દ્વારા માત્ર સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં જ ખબર પડે કે કોર્ટ દ્વારા આરોપી ફેનીલ ગોયાણીને કઈ સજા આપવામાં આવશે. લગભગ કોર્ટ 16 એપ્રિલના રોજ આરોપી ફેનીલ ગોયાણીની સજા સંભળાવી શકે તેવી શક્યતાઓ છે.
કોર્ટની અંતિમ દલીલોમાં બચાવ પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, સંતાડવા માંગે છે. શા માટે આ 6 દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂરી કરી દેવામાં આવી. વધુમાં ફેનીલ ગોયાણી વકીલે દલીલ કરતા કહ્યું કે, જ્યારે ફેનીલ સોસાયટીમાં પહોંચ્યો ત્યારે ફેનીલ પર પથ્થર વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. એટલે ફેનીલે તેની ઢાળ તરીકે ગ્રીષ્માને પકડી લીધી હતી. જે થયું તે બધું ઉશ્કેરણીમાં થયું છે.
ગઈ કાલે કોર્ટમાં બંને પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઇ ગઇ હતી. હવે કોર્ટ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને લગભગ 16 એપ્રિલના રોજ આરોપી ફેનીલ ગોયાણીની સજા સંભળાવી શકે છે. અમારા મંતવ્ય મુજબ આરોપી ફેમિલી ગોયાણીને ફાંસીની સજા થવી જોઈએ. હવે તમે પણ કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને કહો કે આરોપી ફેનીલ ગોયાણીને શું સજા થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment