સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. ઘટના બન્યા બાદ પોલીસે આરોપી ફેનીલ ગોયાણી ધરપકડ કરી લીધી હતી અને માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટનાને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 6 એપ્રિલના રોજ કોર્ટમાં સરકારી પક્ષ અને બચાવ પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઇ ગઇ હતી. આ કેસને લઈને વધુ સુનાવણી માટે કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી. ત્યારે આજરોજ બચાવ પક્ષના વકીલ કોટ માં હાજર ન રહેવાના કારણે કોર્ટમ આગામી સુનાવણી 21 એપ્રિલ પર મુલતવી રાખી છે.
કોર્ટ લગભગ 21 એપ્રિલના રોજ આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવી શકે છે. સરકારી પક્ષ દ્વારા આરોપી ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરવામાં આવી છે. કોર્ટમાં સરકારી પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલો કરવામાં આવી હતી.
સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આરોપીએ દીકરીનો જીવ ઉશ્કેરાટમાં નથી લીધો. આરોપી ફેમિલી જાણીએ પૂર્વ તૈયારી સાથે દીકરી ગ્રીષ્માનો જીવ લીધો છે. તેથી તેને ઓનલાન ધારદાર વસ્તુની ખરીદી કરી હતી. ત્યારે બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે ફેનીલને ખોટો આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.
બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી છે કે, ફેનીલને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ ઉપરાંત બચાવપક્ષના વકીલે જણાવ્યું કે, તપાસ અધિકારીઓ દ્વારા મીડિયામાં ફેનીલ પર કરેલા નિવેદન બાદ સમાજમાં ફેનીલ ગોયાણીના વિરુદ્ધમાં વાતાવરણ ઊભું થઈ ગયું હતું.
આ કારણોસર કોઈ પણ સાક્ષીઓને આરોપી ફેનીલ ગોયાણી તરફેણમાંથી જુબાની આપવા માટે તૈયાર નથી. શું આરોપી ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા થશે? તમે કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે, આરોપી ફેનીલ જાણીને શું સજા થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment