હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે…

ગુજરાત રાજ્યમાં હાલમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આગામી મુજબ આજરોજ સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ સુરત શહેરમાં એક જ રાતમાં 8 ઈચ વરસાદ વરસ્યો હતો.

સુરત સાથે વલસાડમાં પણ ભારે વરસાદ પડયો હતો અને વલસાડમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી. આગામી દિવસોમાં આગાહી મુજબ દાદરા નગર હવેલી, દમણ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત 25 તારીખના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાખશે.

જેમાં જુનાગઢ, સૌરાષ્ટ્ર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી ના કારણે અહીંના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં આગામી 26 તારીખના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં પાટણ, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 અને 26 જુલાઈ વચ્ચે નવસારીમાં સારો એવો વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*