દીકરી તૃષાના મામલે આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખીને પોલીસે ઘરથી લઈને ઘટનાસ્થળ સુધીનું રિકન્સ્ટ્રક્શન કર્યું, દીકરી તૃષાનો હાથ…

વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનીને કલ્પેશ ઠાકોર નામના યુવકે 19 વર્ષની તુષા સોલંકી નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલ્પેશની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આજરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી કલ્પેશને સાથે રાખીને મુજાર ગામ ગામડી જવા રસ્તા પર ઘટનાસ્થળે પહોંચી હતી.

જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી કલ્પેશને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આમ પોલીસે આરોપી સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને વડોદરા ક્રાઇમ બ્રાંચના પીઆઇ જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાને લઇને ગુનાના પુરાવાઓ એકત્રિત કરવા માટે આજરોજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપી કલ્પેશના ઘરે અને દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી.

જીવ લેવાની વસ્તુ આરોપીએ ક્યાં છુપાવી હતી તે પણ આરોપીએ બતાવ્યું હતું. દીકરીનો જીવ લીધા બાદ આ આરોપીએ જ્યાં યુવતીનું એકટીવા મૂક્યું હતું ત્યાંથી પોતાના મિત્ર અને જ્યાં ઊભો રાખ્યો હતો. એ સ્થળ પણ આરોપીએ બતાવ્યું હતું.

દીકરીની જીવ લેવાની સ્ટાઈલ ને જોઇને એવું લાગી રહ્યું છે કે આરોપી કલ્પેશ દીકરીનો જીવ લેવાનો પ્લાનિંગ પહેલેથી જ બનાવ્યો હશે. આરોપી કલ્પેશને પૂછવામાં આવ્યું કે દીકરી તુષાનો હાથ કઈ રીતે શરીરથી અલગ થયો.

ત્યારે આરોપી કલ્પેશ જણાવ્યું હતું કે, તુષાએ સ્વબચાવ કરવા જતા તેનો શરીરથી અલગ થઈ ગયો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના પીઆઇ જણાવ્યું કે, વહેલામાં વહેલા દીકરી તુષાને ન્યાય મળે તેવા અમારા પ્રયાસ છે. અમારી બીજી ટીમ પુરાવા એકત્રિત કરવા લાગી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*