વીર દાદાના દર્શન કરીને ઈકો કારમાં પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડયો અકસ્માત, 4 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ…

આજકાલ અકસ્માતના બનાવો સતત વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 4 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ પાટણના ખારીવાવડી ગામે પિર દાદાના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

પરત ફરી રહ્યા હતા ત્યારે અડીયા ઇકો કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં ઇકો કારમાં સવાર 4 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા બાળકના દાદા દાદી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હારીજ શહેર નો પરિવાર માતાજીના દર્શન કરવા માટે પાટણ તાલુકાના ખારિવાવડી ગામ ગયો હતો. માતાજીના દર્શન કરીને તેઓ અનાવાડા ગામે વીર દાદાના દર્શન કરીને પોતાના ગામ હારીજ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન GJ 5 JP 5487 નંબરની કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું. આ કારણોસર ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં વિક્રમભાઈ વિનુભાઈ પાંચાલના 4 વર્ષીય દીકરો આલોક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દીકરાનું મૃત્યુ થતાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે આલોક રોડ પર ફંગોળાઇ ગયું હતું. આ કારણોસર તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*