લગ્નમાંથી ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક જ સાથે પરિવારના 7 સભ્યોના કરૂણ મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મથુરામાં યમુના એક્સપ્રેસ આજરોજ વહેલી સવારે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં 9 લોકો સવાર હતા. તેમાંથી 7 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક વૃદ્ધ દંપતી, તેમના બે દીકરાઓ, તેમની બે પત્નીઓ અને 6 વર્ષના પોતાનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર પરિવારના 9 સભ્યો હરદોઇમાં લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. અહીંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર કાર ચાલકને ઊંઘ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો, તેવી પોલીસની આશંકાઓ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

મળતી માહિતી મુજબ વેગેનાર કાર સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી. પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પોલીસને ઘટનાસ્થળેથી કોઈ અન્ય મહાન મળી આવ્યું નથી. આ સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને લઈને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. એક જ સાથે ગામમાંથી સાત અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*