દીકરી ગ્રીષ્માના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દીકરીના દાદી રડી પડ્યા, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના દાદી આંસુ લૂછયાં – આ દ્રશ્ય જોઇને તમે પણ રડી પડશો

Published on: 12:02 pm, Sat, 7 May 22

ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં કામરેજ પાસોદરા વિસ્તારમાંગ્રીષ્મા વેકરીયાનો એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ ગોયાણી જાહેરમાં જીવ લઇ લીધો હતો. જેની દલીલો ચાલી રહી હતી. તે દરમિયાન ગુરૂવારના રોજ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેને લઇને ગ્રીષ્માને ન્યાય મળતા આજે તેમનો પરિવારે રામધુન કાર્યક્રમ યોજ્યો હતો. તે દરમ્યાન તમામ પોલીસ અધિકારીઓ સાથે ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીષ્માની શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે આવી ઘટના બની હતી ત્યારે તેમના માતા-પિતાને સાંત્વના આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માતા-પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ કર્યો છે સાથે જ ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ત્યારે હર્ષ સંઘવી એ પરિવારજનોની આંખો લૂછી ને કહ્યું કે બહેન દીકરીઓ પર નજર બગાડનારને નહીં છોડવામાં નહીં આવે તેમની રક્ષા કરવા માટે હવે ગુજરાત પોલીસ કટીબદ્ધ થઇ છે. હવે સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરજો અને તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું કે તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે પોતાના પુત્ર કે પુત્રી દિવસ દરમ્યાન ક્યાં જાય છે તેનું અતૂટ ધ્યાન રાખજો, ત્યારે વાત કરીએ તો જાણવા મળ્યું છે કે ટૂંક દિવસોમાં ગ્રીષ્માનાં આરોપીને ફાંસીના માંચડે ચઢાવવામાં આવશે એવો એક ઇતિહાસ છે.

એને લઈને હવે કોઈ પણ ગુનેગાર આવી હરકત કરવા પહેલા વિચાર કરશે અને કોઈ બહેન દીકરી સામે લાલ આંખ કરીને નહીં જોવે એવી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે અને ગ્રીષ્મા કેસમા આપેલો આ વાયદો આજે પૂર્ણ કર્યો છે. આરોપી ફેનીલને ફાંસીની સજા મળતા ગ્રીષ્માના પરિવારને ન્યાય મળ્યો છે.

તે ન્યાય બાદ શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો કે જ્યાં હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને ગ્રીષ્મા નાં પરિવારને મળી ને હૈયાભેર આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા હતા અને સૌ કોઈને મોમેન્ટો આપી ને બિરદાવવામાં આવ્યા હતા. હવે કોઇપણ બહેન દીકરી સાથે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે કામના કરી હતી.

સાથે જ ગ્રીષ્માના આત્માને શાંતિ મળે તેની ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું અને પરિવારજનોને આ ન્યાય મળ્યો તે માટે સંતોષ થયો છે. ગઈકાલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમોમાં ગ્રીષ્માના બા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા હતા ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેમને છાના રાખવાના પ્રયત્નો કર્યા હતા અને ગ્રીષ્માના દાદી આંસુ લૂછયાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી ગ્રીષ્માના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દીકરીના દાદી રડી પડ્યા, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના દાદી આંસુ લૂછયાં – આ દ્રશ્ય જોઇને તમે પણ રડી પડશો"

Leave a comment

Your email address will not be published.


*