આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હરિયાણાના ગુરુ ગામમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 5 યુવકે પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભાંગીને ભૂકો વળી ગયો છે.
અને કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી જયપુર હાઇવે પર એક હોટલમાં મેનેજરનો જન્મદિવસ ઉજવીને પાંચ યુવકો ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ભારત ભૂષણ, ચંદ્રમોહન, સંદીપ, પ્રવીણ IMT સ્થિત સોમ લોજિસ્ટિક કંપનીમાં કામ કરતા હતા. આશિષ ગાઝિયાબાદમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા હતા.
મળતી માહિતી અનુસાર આશિષનો બર્થ ડે હતો તે માટે પાંચેય મિત્રો આશિષ નો બર્થ ડે ઉજવવા માટે હોટલમાં ગયા હતા. બર્થ ડે ઉજવીને તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કારને એક જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
ઉપરાંત કારમાં સવાર પાંચ યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટના બધા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પાંચ યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ થઇ ગયું હતું. ઉપરાંત ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment