ધાનેરા-થરાદ હાઈવે પર એક વાહન અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, રિક્ષામાં સવાર 1 વૃદ્ધ મહિલાનું મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે થાનેરા-ધોરાજી હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારના રોજ મોડી રાત્રે બન્યો હતો.

અહીં સરાલ પાટીયા પાસે મોડીરાત્રે એક વાહન ડીઝલ ભરાવીને રોંગ સાઈડમાં જય રહ્યું હતું ત્યારે તેવા ને સામેથી આવતી રિક્ષા સાથે ટક્કર લીધી હતી. તેના કારણે રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા.

મળતી માહિતી અનુસાર સરાલ પાટીયા પાસે શનિવારના રોજ મોડી રાત્રે પેટ્રોલ પંપ પરથી જીપડાલા ચાલક ડીઝલ પુરાવીને રોગ સાઈડના રોડ પર બહાર જવા માટે નીકળ્યો હતો. ત્યારે થરાદથી ધાનેર તરફ આવતી એક રિક્ષા સાથે જીપડાલાની જબરદસ્ત ટક્કર થઈ હતી તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા થરાદ તાલુકાના સિધોતરા ગામના 58 વર્ષીય કંકુબેન હેંગોળાભાઇ ઠાકોરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે અશોકભાઈ મીઠાભાઇ ઠાકોર અને શંભુભાઈ હેંગોળાભાઇ ઠાકોર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેની ઉંમર 40 વર્ષની છે.

તેઓને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*