આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એક વાર ગુજરાતની જનતાને વધુ એકે ગેરંટી આપવા માટે ગુજરાત આવ્યા છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલેજીએ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ મહત્વની ગેરેન્ટી ની જાહેરાત કરતા જણાવ્યું કે, હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, ઘણા લોકોને મળું છું, મેં ઘણા બધા ટાઉનહોલ પ્રોગ્રામ કર્યા છે, વકીલોને મળ્યો, વેપારીઓને મળ્યો, ઉદ્યોગપતિઓને મળ્યો, ખેડૂતોને મળ્યો, રીક્ષા ચાલકને મળ્યો, આ બધા લોકોનું એવું જ કહેવું છે કે ગુજરાતમાં આટલો બધો ભ્રષ્ટાચાર છે કે જેની કોઈ સીમા જ નથી.
કોઈપણ કામ કરવું હોય તો સરકારી કર્મચારીઓને પૈસા ખવડાવવા પડે છે. નીચલા સ્તરે ભ્રષ્ટાચાર થાય છે અને ઉચ્ચસ્તરે મોટા કોભાંડો થાય છે. જો કોઈ તેમની વિરુદ્ધમાં બોલે તો તેમને દબાવી દેવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ જે જણાવ્યું કે, જો કોઈપણ વેપારી ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવે તો તેના ઘરે દરોડા પાડીને તેનો ધંધો બંધ કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. લોકોમાં આટલી હદે ડર ફેલાવવામાં આવ્યો છે કે તેની કોઈ સીમા જ નથી.
તેથી આજરોજ હું ગુજરાતની જનતાને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું. હું આમ પાંચ મુદ્દા નો ઉલ્લેખ કરવા માગું છું. 1. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરી દેવામાં આવશે. 2. સરકારી કર્મચારીઓ માંથી તમામ ભ્રષ્ટાચાર નાબૂદ કરી દેવામાં આવશે. 3. મોટા નેતાઓ દ્વારા જે પણ કાળો કારોબાર ચાલી રહ્યો છે, તે બંધ કરવામાં આવશે. 4. છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ પેપર લીક થયા છે, અમે આ તમામ કહેશો ખોલીશું અને જે પણ પેપર લીક કરવા પાછળના માસ્ટર અને સરકારના લોકો હશે, તે બધાને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે. 5. કાર્યકાળ દરમિયાન થયેલા તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે, ગુનેગારોને જેલમાં મોકલી દેવામાં આવશે અને તેમની પાસેથી તમામ નાણા વસૂલવામાં આવશે.
અરવિંદ કેજરીવાલજીએ વધુમાં જણાવ્યું કે હું ગુજરાતની જનતાને વચન આપું છું કે, ગુજરાતને ભ્રષ્ટાચાર અને ભયમુક્ત રાજ્ય બનાવવામાં આવશે. હવે કોઈને ડરવાની જરૂર નથી. એમ પણ હવે માત્ર બે મહિના જ બાકી રહ્યા છે. ગુજરાતમાંથી બીજેપી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment