ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વખતે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં છે. ભાજપ અને કોંગ્રેસના થનારા લોકો દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાંથી અનેક સામાજિક અગ્રણીઓ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતના અલગ-અલગ ગામડાઓમાં જઇને ગામના લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે.
ત્યારે ગઈકાલે સુરતમાં કામરેજ તાલુકાના કામરેજ ગામ ના કેનાલ રોડ પર આવેલા શિવ આવાસ સોસાયટીમાં રહેતા કામરેજ તાલુકાના યુવા પ્રમુખ જીતુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં કામરેજ વિસ્તારમાંથી 500થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગઈકાલે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના જન્મદિવસમાં ભેટ રૂપે યુવા જોડો અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન તાલુકાના પ્રમુખ સંજય રાદડિયા, સંગઠન મંત્રી ભાવેશ રાદડીયા ની હાજરીમાં તમામ યુવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ ઉપરાંત કામરેજ તાલુકાના વિરોધ પક્ષ નેતા JD કથીરિયા, જિલ્લા પ્રમુખ બટુકભાઈ વડોદરિયા, જિલ્લા સંગઠન મંત્રી રોહિત જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment